ટંકારામાં વાલીઓની સરકારી શાળા પ્રત્યે અનોખી લાગણી

ખાનગી શાળાઓ ચિંતામાં મુકાઇ

ખાનગી શાળાઓ દ્વારા કમરતોડ વસુલવા સરકાર લાલઆંખ કરી છે પરંતુ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના વાલીઓએ સ્વેચ્છાએ પોતાના સંતાનોને સરકારી શાળામાં બેસાડવા સંકલ્પ કર્યો છે.આવનારા દિવસોમાં ટંકારામાં ખાનગી શાળાઓ ભૂતકાળ બની જાય તો નવાય નઈ તેમજ સરકારી શાળાના વર્ગખંડો પેહાલાની જેમ જ ફરીથી વિધાર્થીઓના આવાજથી ગુંજી ઉઠશે.આ માટે ટંકારા તાલુકાના વાલીઓ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં હરીપર ગામમાં સ્થાનિક અગ્રણીઅમરશી છેઢીભાઈ,રણજીત ડોબરિયા,ઉપસરપંચ સવજીભાઈ ડાકા,અલ્પેશ મુંજાત,નીલેશ ભાગિયા સહિતનાઓએ પોતાના ગામડા ભાવી સમા ભૂલકાઓને ઉજાળા ભવિષ્ય માટે બેઠકનું આયોજન કર્યું હતું. અને સંતાન માટે પેટ ચીરીને આર્થિક બરબાદી નોતરતા વાલીઓને સમજાવતા ગામડાની ગૃહિણીઓએ પુરુષોના નિર્ણયમાં સુર પુરાવતા ખાનગીશાળામાં અભ્યાસ કરતા છાત્રોમાંથી ૭૫ % છાત્રો પરત સરકારશાળા તરફ વળ્યા છે.

Comments
Loading...
WhatsApp chat